મીઠાં સરોવર, મીઠા લીમડા રે લોલ
mithan sarowar, mitha limDa re lol
મીઠાં સરોવર, મીઠા લીમડા રે લોલ,
મીઠા બાપાજીના બોલ જો;
જીવના સંતોષ તમે સાંભળો રે લોલ.
કડવા કરજો કે તારા લીમડા રે લોલ,
કડવા સસરાજીના બોલ જો;
જીવન વજોગ તમે સાંભરો રે લોલ.
મીઠાં સરોવર, મીઠા લીમડા રે લોલ,
મીઠા માતાજીના બોલ જો;
જીવન સંતોષ તમે સાંભરો રે લોલ.
કડવા કરજો કે તારા લીમડા રે લોલ,
કડવા સાસુજીના બોલ જો;
જીવના વજોગ તમે સાંભરો રે લોલ.
મીઠાં સરોવર, મીઠા લીમડા રે લોલ,
મીઠા તે બહેનીના બોલ જો;
જીવના સંતોષ તમે સાંભરો રે લોલ.
કડવા કરજો, કે તારા લીમડા રે લોલ.
કડવા નણદલડીના બોલ જો;
જીવના વજોગ તમે સાંભરો રે લોલ.
mithan sarowar, mitha limDa re lol,
mitha bapajina bol jo;
jiwana santosh tame sambhlo re lol
kaDwa karjo ke tara limDa re lol,
kaDwa sasrajina bol jo;
jiwan wajog tame sambhro re lol
mithan sarowar, mitha limDa re lol,
mitha matajina bol jo;
jiwan santosh tame sambhro re lol
kaDwa karjo ke tara limDa re lol,
kaDwa sasujina bol jo;
jiwana wajog tame sambhro re lol
mithan sarowar, mitha limDa re lol,
mitha te bahenina bol jo;
jiwana santosh tame sambhro re lol
kaDwa karjo, ke tara limDa re lol
kaDwa nanadalDina bol jo;
jiwana wajog tame sambhro re lol
mithan sarowar, mitha limDa re lol,
mitha bapajina bol jo;
jiwana santosh tame sambhlo re lol
kaDwa karjo ke tara limDa re lol,
kaDwa sasrajina bol jo;
jiwan wajog tame sambhro re lol
mithan sarowar, mitha limDa re lol,
mitha matajina bol jo;
jiwan santosh tame sambhro re lol
kaDwa karjo ke tara limDa re lol,
kaDwa sasujina bol jo;
jiwana wajog tame sambhro re lol
mithan sarowar, mitha limDa re lol,
mitha te bahenina bol jo;
jiwana santosh tame sambhro re lol
kaDwa karjo, ke tara limDa re lol
kaDwa nanadalDina bol jo;
jiwana wajog tame sambhro re lol



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 260)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968