peer ramdewji - Lokgeeto | RekhtaGujarati

પીર રામદેવજી

peer ramdewji

પીર રામદેવજી

અરે પીર રામદેવજી, મારે ઘેર આવો પરોણલા રે દેવ રામ.

શાં શાં બેસણ દેશ રે પીર રામદેવજી

સોનાને હીંડોળે રણુજામાં દીવા બળે પીર

પોંખણ ગઢના પીર રણુજામાં દીવો બળે પીર

અરે પીર રામદેવજી, સાંગા તે માચી હીરે ભરી,

સોનાને હીંડોળે રણુજામાં દીવા બળે પીર

અરે પીર રામદેવજી, મારે ઘેર આવો પરોણલા રે દેવ રામ.

શાં શાં તે દાતણ દઈશ રે પીર રામદેવજી

પીતળ લોટા જળે ભર્યા પીર (2)

શાં શાં તે ઝીલણ દઈશ રે પીર રામદેવજી

તાંબા તે કૂંડીઓ જળે ભરી પીર

હીરકોરી ધોતિયાં દઈશ રે પીર

અરે પીર રામદેવજી, મારે ઘેર આવો પરોણલા રે દેવ રામ.

શાં શાં ભોજન દઈશ રે પીર રામદેવજી

સેવ સુંવાળી લાવસી પીર રામદેવજી

ખોબલે પીરસી ખાંડ રે પીર રામદેવજી

અરે પીર રામદેવજી, મારે ઘેર આવો પરોણલા રે દેવ રામ.

શાં શાં મુખવાસ દઈશ રે પીર

લવિંગ સોપારી એલચી રે પીર

અરે પીર રામદેવજી, મારે ઘેર આવો પરોણલા રે દેવ રામ.

રસપ્રદ તથ્યો

(નરોડા રોડપર મ્યુનિસિપાલિટીના ભંગી (વાલ્મીકિ) ક્વાર્ટર્સ પાસે આવેલ ગોરધનની ચાલીનાં વણકર સમુદાયની બહેન માણેકમાએ આ ગીત સંભળાવ્યું ને ગરબે ઘૂમતી બહેનોને ગવડાવ્યું.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959