morlino rang - Lokgeeto | RekhtaGujarati

મોરલીનો રંગ

morlino rang

મોરલીનો રંગ

વારી જાઉં રે કેસરિયા લાલ, મોરલીનો રંગ લાગ્યો રે.

ડુંગર ઉપર દેરડી ને કંઈ સોનું ઘડે સોનાર રે...મોરલીનો.

આવળ બાવળ બોરડી ને કંઈ તેનાં તો દાતણ દઈશ રે...મોર.

તાંબા તે કૂંડીઓ જળે ભરીને કંઈ તેનાં તો ઝીલણ દઈશ રે...મોર.

કૃષ્ણ ધુએ ધોતિયાં ને કંઈ રાધા પાણીડાંની હાર રે...મોર.

સેવ સુંવાળી લાવસી ને કંઈ તેના તે ભોજન દઈશ રે...મોર.

લવંગ સોપારી એલચી ને કંઈ તેના તે મુખવાસ દઈશ રે...મોર.

સાવ સોનાના ઢોલિયા ને કંઈ તેનાં તે પોઢણ દઈશ રે...મોર.

રસપ્રદ તથ્યો

(રાજપુર-શંકરપુરાની હરિજન સમુદાયની બહેનોએ આપેલું.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959