mara wahalma - Lokgeeto | RekhtaGujarati

મારા વહાલમા

mara wahalma

મારા વહાલમા

હામતાં રે હામતાં (2) વગડાની વાટથી (2)

લીધાં બાવળનાં ફૂલ મારા વહાલમા (2) લીધાં.

મારે અંબોડલે (2) ગૂંથતાં જરીક મને (2)

લાગી એની એક શૂળ મારા વહાલમા (2) લાગી.

સોનાની ભાતથી (2) ઝાઝો સોહામણો (2)

દીઠો મેં કંકુનો રંગ મારા વહાલમા (2) દીઠો.

વાવ રે કૂવાનાં (2) પાણીડાં સીંચતાં (2)

તૂટી ગાગરની દોર મારા વહાલમા (2) તૂટી.

કાંઠે બેસીને જરા (2) ઝૂકીને જોઉં તો (2)

કેવી પાતાળની દોર મારા વહાલમા (2) કેવી.

જળને હીંડોળે રમે (2) જોવાને ઝૂલતાં (2)

ચૈત્ર પૂનમનો ચાંદ મારા વહાલમા (2) ચૈત્ર.

રસપ્રદ તથ્યો

(ખોખરા મહેમદાવાદ ભંગી(વાલ્મીકિ) સમુદાયની બહેનો પાસેથી મળેલું.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959