lili uDhani - Lokgeeto | RekhtaGujarati

લીલી ઉઢાણી

lili uDhani

લીલી ઉઢાણી

લીલી ઉઢાણી માથે હીરની રે લોલ. લીલીલીલી

મારો સસરો ભલા પણ વેગળા રે લોલ,

મને ઘૂંઘટ કાઢ્યાના રહ્યા કોડ રે. લીલી.

મારાં સાસુ ભલાં પણ વેગળાં રે લો,

મને પગે પડ્યાના રહ્યા કોડ રે. લીલી.

મારા જેઠ ભલા પણ વેગળા રે લોલ,

મને ઘૂંઘટ કાઢ્યાના રહ્યા કોડ રે. લીલી.

મારાં જેઠાણી ભલાં પણ વેગળાં રે લોલ,

મને વાદ વદ્યાના રહ્યા કોડ રે. લીલી.

મારા દિયર ભલા પણ વેગળા રે લોલ,

મને હોળી ખેલ્યાના રહ્યા કોડ રે. લીલી.

મારાં દેરાણી ભલાં પણ વેગળાં રે લોલ,

મને પાણી ભર્યાના રહ્યા કોડ રે. લીલી.

મારી નણદી ભલાં પણ વેગળાં રે લોલ,

મને ઢીંગલા રમ્યાના રહ્યા કોડ રે. લીલી.

રસપ્રદ તથ્યો

(અસારવા રણછોડપુરાની વાઘરી સમુદાયની બહેનોએ આ ગીત સંભળાવ્યું હતું.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959