koyal rani - Lokgeeto | RekhtaGujarati

કોયલ રાણી

koyal rani

કોયલ રાણી

કોયલ રાણી ટુહુ ટુહુ કરતાં,

અમારા બાગમાં આવો રે લોલ.

આંબાની ડાળીએ બાંધ્યો છે હીંચકો. કોયલરાણી.

ભૂખ્યાં થાઓ ત્યારે આંબાની કુંજમાં,

મીઠી ગોતીને શાખ ખાઓ રે લોલ. કોયલરાણી.

તરસ્યાં થાઓ ત્યારે લીમડાને છાંયડે,

પરબેથી પાણીડાં પીઓ રે લોલ. કોયલરાણી.

છૂપાં મધુરાં ગીત ગાઓ રે લોલ.

કાળાં ભલે તમે કાળાયે કૃષ્ણજી,

કાળાં જાંબુડાં લાગે મીઠાં રે લોલ. કોયલરાણી.

રસપ્રદ તથ્યો

રાજપુરમાં ‘ઝૂલતા તોડા’ પાસે આવેલી નાગપુરવાળા વહોરાની ચાલીની ઠાકરડા સમુદાયની બહેનો પાસેથી સાંભળવા મળ્યું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959