jhumalun talawaDun - Lokgeeto | RekhtaGujarati

ઝૂમલું તળાવડું

jhumalun talawaDun

ઝૂમલું તળાવડું

ઝૂમલું તલાવડું રે ગોડાવજો

મારા દાદાને મળવા જઈશ ઝૂમલું

દાદા મારા છેલ્લા છેલ્લા ઝવાર ઝૂમલું

મારા બાપાને મળવા જઈશ ઝૂમલું

બાપા મારા છેલ્લા છેલ્લા ઝવાર ઝૂમલું

મારા કાકાને મળવા જઈશ ઝૂમલું

કાકા મારા છેલ્લા છેલ્લા ઝવાર ઝૂમલું

મારા મામાને મળવા જઈશ ઝૂમલું

મામા મારા છેલ્લા છેલ્લા ઝવાર ઝૂમલું

મારા વીરાને મળવા જઈશ ઝૂમલું

વીરા મારા છેલ્લા છેલ્લા ઝવાર ઝૂમલું

રસપ્રદ તથ્યો

(આસ્ટોડિયા દરવાજા બહાર ગીતામંદિરની સામે મોચીની વાડી છે. મેઘાણીએ ‘વિલોપન’ વાર્તા લખી આ સ્થાનને સાહિત્યમાં અમર કર્યું છે. અમારા હરદાસ ને તેનાં કુટુંબીજનોની મળી પાંચ કુબરો અને બહુચરા માતાજીનું મંદિર તે વાડીમાં છે. વાડી બહાર રહેલી માણેક નદી હવે રહી નથી. તેનું પણ વિલોપન થઈ ગયું છે. એ વાડીમાં રહેતી રાવળ સમુદાયની બહેનોએ આ ગીત આપ્યું છે. આ ગીતમાં શબ્દો જરાક બદલાઈ બીજું પુનરાવર્તન જ થયાં કરે છે. પણ આ ગીત બહેનો જે રીતે જે અભિનય અને ઝમકથી ગાય છે તે જ વિશેષ કરીને જોવા જેવું ને સાંભળવા જેવું હોય છે. ગાતાંગાતાં ગાનારીઓ છેક જમીન સરસી ઢળી જાય છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959