dinadyal - Lokgeeto | RekhtaGujarati

દીનદયાળ

dinadyal

દીનદયાળ

રૂડાં આસોપાલવનાં ઝાડ, કદમની છાયા રે,

ત્યાં બેઠા દીનદયાળ માયા લગાડી રે.

ત્યાં ચાલ્યાં જસોદાબહેન કસુંબલ પહેરી રે.

કસુંબે વાળી ગાંઠ છોડી કેમ છૂટે રે?

મારા બાળપણાની પ્રીત તોડી કેમ તૂટે રે?

જાવ જાવ જૂઠા બોલા કાન તમે બહુ રંગી રે.

તમે રાખો નહિ કોઈની લાજ ઘણાના સંગી રે.

વા’લે દૂધ સાકર પિવડાવી ઉછેર્યાં અમને રે

એવાં વખ ઘોળી શું દ્યો, ઘટે નહિ તમને રે.

વા’લે ઊંડા કૂવામાં ઉતાર્યાં અમને રે.

એવાં વરત વાઢી શું દ્યો, ઘટે નહિ તમને રે.

વા’લે ફૂલ પછેડો ઓઢાડ્યો વા’લે મારે અમને રે.

એવા ખેંચીખેંચી શું લ્યો ઘટે નહિ તમને રે.

દીનદયાળ

(બહેરામપુરા વણકર વિજય સોસાયટીની વણકર સમુદાયની બહેનોએ આપેલું.)

રૂડાં આસોપાલવનાં ઝાડ, કદમની છાયા રે,

ત્યાં બેઠા દીનદયાળ માયા લગાડી રે.

ત્યાં ચાલ્યાં જસોદાબહેન કસુંબલ પહેરી રે.

કસુંબે વાળી ગાંઠ છોડી કેમ છૂટે રે?

મારા બાળપણાની પ્રીત તોડી કેમ તૂટે રે?

જાવ જાવ જૂઠા બોલા કાન તમે બહુ રંગી રે.

તમે રાખો નહિ કોઈની લાજ ઘણાના સંગી રે.

વા’લે દૂધ સાકર પિવડાવી ઉછેર્યાં અમને રે

એવાં વખ ઘોળી શું દ્યો, ઘટે નહિ તમને રે.

વા’લે ઊંડા કૂવામાં ઉતાર્યાં અમને રે.

એવાં વરત વાઢી શું દ્યો, ઘટે નહિ તમને રે.

વા’લે ફૂલ પછેડો ઓઢાડ્યો વા’લે મારે અમને રે.

એવા ખેંચીખેંચી શું લ્યો ઘટે નહિ તમને રે.

રસપ્રદ તથ્યો

(બહેરામપુરા વણકર વિજય સોસાયટીની વણકર સમુદાયની બહેનોએ આપેલું.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959