chhal gagar - Lokgeeto | RekhtaGujarati

છલ ગાગર

chhal gagar

છલ ગાગર

છલ ગાગર, છલ ગાગર જમનાજી ગ્યાં’તાં,

જમનાના નીરમાં નાની રે ગાગર ઘૂમે.

પાણી ભરું તો મારાં માથડાં રે દુખે,

સાહેબા સાહેલડી લાવો રે ગાગર ઘૂમે.

સાહેલી હોય તો ચોથ ભાગ માગે,

નિત ધડાકા લાગે રે ગાગર ઘૂમે.

રોટલા ઘડું તો મારા હાથડા રે દુખે,

સાહેબા સાહેલડી લાવો રે ગાગર ઘૂમે.

સાહેલી હોય તો ચોથ ભાગ માગે,

નિત ધડાકા લાગે રે ગાગર ઘૂમે.

વાસીદું વાળું મારી કેડો રે દુખે,

સાહેબા સાહેલડી લાવો રે ગાગર ઘૂમે.

સાહેલી હોય તો ચોથ ભાગ માગે,

નિત ધડાકા લાગે રે ગાગર ઘૂમે.

રસપ્રદ તથ્યો

(નરોડા રોડ ઉપર આવેલી ચામુંડીની ચાલો અથવા જેને વ્રજવલ્લવપુરા કહે છે ત્યાંની વણકર (હરિજન) સમુદાયની બહેનોએ આ ગરબો આપ્યો છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959