amar jawani - Lokgeeto | RekhtaGujarati

અમર જવાની

amar jawani

અમર જવાની

મેં તો જાણ્યું જવાની અમર રે’શે.

સાતે કડલાંની જોડ સાથે વોરી

વોરી જાણી પે’રી જાણી મેં તો.

જાતાં જવાની વારો ના લાગી

સાતે હાંસડી જોડ સાથે વોરી

વોરી જાણી પે’રી જાણી મેં તો.

જાતાં જવાની વારો ના લાગી

સાતે ચૂડલાની જોડ સાથે રે વોરી

વોરી જાણી પે’રી જાણી મેં તો.

જાતાં જવાની વારો ના લાગી

સાતે મશરૂની જોડ સાથે રે વોરી

વોરી જાણી પે’રી જાણી મેં. તો.

રસપ્રદ તથ્યો

નરોડા રોડ પર આવેલી અશોક મિલની ચાલીની (વણકર હરિજન સમુદાયની) બહેનોએ ગાયેલું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959