mewle chhetarya - Lokgeeto | RekhtaGujarati

મેવલે છેતર્યા

mewle chhetarya

મેવલે છેતર્યા

વાવી વાવી જાર્યુ, ને વાવ્યા બાજરા રે,

વાવ્યો વાવ્યો ચાંપલિયાનો છોડ; મલકનો રાજા મેવલો;

હોંસીલે મેવલે છેતર્યા રે.

ગામના કણબી તો વાટું જોઈ રિયા રે,

મારે વાવણી કર્યાની ઘણી હામ : મલકનો રાજા મેવલો;

હોંસીલે મેવલે છેતર્યા રે.

ગામના પટેલ તો વાટું જોઈ રિયા રે,

મારે ખોળા લેવાની ઘણી હામ : મલકનો રાજા મેવલો;

હોંસીલે મેવલે છેતર્યા રે.

ગામના સુતાર તો વાટું જોઈ રિયા રે,

મારે માપાં લેવાની ઘણી હામ : મલકનો રાજા મેવલો,

હોંસીલે મેવલે છેતર્યા રે.

ગામની દીકરિયું તી વાટું જોઈ રઈ રે,

અમને કરિયાવર લેવાની ઘણી હામ : મલકનો રાજા મેવલો,

હોંસીલે મેવલે છેતર્યા રે.

ગામના દરબાર તો વાટું જોઈ રિયા રે,

મારે વજે લેવાની ઘણી હામ : મલકનો રાજા મેવલો,

હોંસીલે મેવલે છેતર્યા રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 254)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968