sonabe’na - Lokgeeto | RekhtaGujarati

સોનાબે’ન

sonabe’na

સોનાબે’ન

બાર બાર વરસે પરણ્યો જ્યો તો ચાકરી,

એકેને લાવ્યો રે રંગત ઘૂઘરો રે લોલ.

લાવ્યો રે લાવ્યો સોળે ને શણગાર જો,

એકેને લાવ્યો રે રંગત ઘૂઘરો રે લોલ.

પરણ્યા આપણો અબળાંનો અવતાર જો,

બાળક વિના રે ઘૂઘરો કોણે રમે રે લોલ.

વાયા રે વાયા ઓત્તરદખ્ખણના વાવલા જો,

તેને રે વાવલિયે નીપજાં બે બાળકો રે લોલ.

અલીયાં બેગલીયાં નિશાળ ભણવા જાય જો,

એમાંને લખજો રે સાસરીમાં સુખી નથી રે લોલ.

ભાઈ માછીડા! હોડલીઓ હલકાર જો,

મારે ને જવાં રે સામીને પારમાં રે લોલ.

ભાઈ માછીડા! અટપટિયા મત બોલ જો,

સામીને પારે રે પરણ્યો મારો સાંભળે રે લોલ.

હંસ બે’ન, સો’નીબેલ, પાણીલાંની ભલી જોડ જો,

નાંદેલી સોનાબે’ન આંણલાં આવિયાં રે લોલ.

એવરિયું દેવરિયું પાછું દરોડશું રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 157)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957