shramgit - Lokgeeto | RekhtaGujarati

શ્રમગીત

shramgit

શ્રમગીત

સાયબા! સાહેલી રે લાવો, ગાગેરી રે ઘૂમે.

પાણીલાં ભરું તો મારાં માથાં રે દુખે.... સાયબા!.

વાસીદાં ભરું તો મારા હાથ રે ગંધાય! .... સાયબા!.

દૈણલાં દળું તો મારાં પખોટાં દુખે! .... સાયબા!.

રોટલા ઘડું તો મારી હથેળી દુખે! .... સાયબા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 167)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957