parone parone mare - Lokgeeto | RekhtaGujarati

પરોણે પરોણે મારે

parone parone mare

પરોણે પરોણે મારે

બંટી ઝૂડવા જવાં મેદાનમાં,

બંટી ઝૂડવા જવાં રે,

સસરો બંધીખાને પડ્યા મેદાનમાં,

સસરો બંધીખાને પડ્યા રે.

પગોનાં સાંકળાં મેલું ઘરેણે,

સસરોને છોડવી લાવું રે.

દિયોર બંધીખાને પડ્યા મેદાનમાં (2)

હાથોના વાંકલા મેલું ઘરેણે,

દિયોરને છોડવી લાવું રે.

જેઠ બંધીખાને પડ્યા મેદાનમાં (2)

કોટોની હાંસડી મેલું ઘરેણે,

જેઠોને છોડવી લાવું રે.

પરણ્યો બંદીખાને પડ્યા મેદાનમાં (2)

પરણ્યાને કોણ છોડવી લાવે મેદાનમાં,

પરોણે પરોણે મારે રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 167)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957