mehula geet - Lokgeeto | RekhtaGujarati

મેહુલા ગીત

mehula geet

મેહુલા ગીત

મોકલો કાબેરનાં કચ્ચાં બચ્ચાં,

કે મેવલાને ખોળી લાવે રે લોલ.

મેવલો છે મોટોનો કુંવરો,

કે મેવલો નું રે જડ્યો રે લોલ.

મેવલો છે ડુંગરોના પડમાં,

કે મેવલો નું રે જડ્યો રે લોલ.

મોકલો કાબેરનાં કચ્ચાં બચ્ચાં,

કે વીજળીને ખોળી લાવે રે લોલ.

વીજળી છે મોટોની કુંવરી,

કે વીજળીને ખોળી લાવે રે લોલ.

બાર બાર વરસોનો મેઘ કે’વાય,

કે મેવલો નહિ વરસે રે લોલ.

મેવલાને ઠોકી ઘાલ્યો હરણીના શિંગમાં,

કે મેવલાને શોધી લાવો રે લોલ.

મેવલાને ઝટકે ચઢી રીસ,

કે ઝટ પાછો વળ્યો રે લોલ.

બાર બાર વરસોનો મેઘ કે’વાય,

કે મેવલો નાસી ગયો રે લોલ.

મેવલાના ઊમટ્યા સાત ભાઈ

કે મેવલાને શોધી લાવ્યા રે લોલ.

આવીને વરસ્યો સીતાની વડીમાં,

કે ફળ ઘણાં જડ્યાં રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 168)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957