kajoDun - Lokgeeto | RekhtaGujarati

કજોડું

kajoDun

કજોડું

અઢી વરસનો પઈણો ને

બાર વરસની કૈના રામ!

કરમનું કજોડું માળી!

દુખ કેને કઈએ? રામ!

છાશ લેવા જંમ તારે,

છેડલો ઝાલી અડે! કરમનું.

વાસીદાં ભરવા જંમ તારે,

ટોપલો ઝાલી અડે! કરમનું.

પાણી ભરવા જંમ તારે,

બેડલું ઝાલી અડે! કરમનું.

દૈણલાં દળવા જંમ તારે,

ખીલળો ઝાલી અડે! કરમનું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 166)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957