jewi patne rangi, ewi chundDi - Lokgeeto | RekhtaGujarati

જેવી પાટણે રંગી, એવી ચુંદડી

jewi patne rangi, ewi chundDi

જેવી પાટણે રંગી, એવી ચુંદડી

જેવી પાટણે રંગી, એવી ચુંદડી.

જેવી નખમાં સમાઈ, એવી ઓઢો લાડકી.

મારા દાદાજી દેખે, મારાં માડીજી દેખે.

નહીં રે ઓઢું, રાયવર ચુંદડી.

તમારા દાદાના તેડીઆ, અમે આવીયા.

તમારા માડીનાં લાજ, લોપો લાડકી.

ઓરો રાયોનાં વર, ચુંદડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, ભગત કાંતાબહેન, ભગત જયંતકુમાર એન. સરગી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964