gujri - Lokgeeto | RekhtaGujarati

ગુજરી

gujri

ગુજરી

અમે સરખી ને સૈયરો મારુજી!

અમે સરોવરિયે સધાર્યાં, કે ગુજરી ગોકુળની.

અમે બેડલિયાં લીધાં મારુજી,

અમે ઘેરલિયે સધાર્યા, કે ગુજરી ગોકુળની.

અમારાં ગોરાંદે કાં જ્યાં છે મારુજી?

પાળે વણઝારાનો બેટો કે ગુજરી ગોકુળની.

વોવ, વણઝારાનો બેટો કે ગુજરી ગોકુળની.

પરણ્યો ચાકરીઓમાં જ્યો છે મારુજી,

માડી ઓરલિયે અંધારાં, કે ગુજરી ગોકુળની.

બેટા, સૈયરોમાં જ્યાં છે મારુજી,

માડી, સૈયરો જોઈ આવ્યો, કે ગુજરી ગોકુળની.

બેટા, પનિયારીઓમાં જ્યાં છે મારુજી,

માડી! પનિયારીઓ જોઈ આવ્યો, કે ગુજરી ગોકુળની.

વોવ વણઝારાને જ્યાં છે મારુજી,

પરણ્યો આડી દોટે દોડ્યા, કે ગુજરી ગોકુળની.

રાખે, રાખે, વણઝારા તારો તાંડો

હલા! તારા તાંડામાં મારી ગોરી મારુજી,

મારા તાંડામાં કાંથી ગોરી? કે ગુજરી ગોકુળની.

મારી લાલ ઓઢણી ઓઢી મારુજી,

મારો ધોળો ચૂડો પેર્યો, કે ગુજરી ગોકુળની.

મારો ઘુઘરવટ ઘાઘરો પેર્યો, કે ગુજરી ગોકુળની.

મારો ઘાડવાનો ગોળ ખાધો કે ગુજરી ગોકુળની.

મારાં જવરી ઘીયાં ખાધાં કે ગુજરી ગોકુળની.

પરણ્યો ફિક્કે મોઢે આવ્યા, કે ગુજરી ગોકુળની.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 180)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957