abola - Lokgeeto | RekhtaGujarati

અબોલા

abola

અબોલા

રંગરસિયા! કાં રમી આવ્યા રાત જો?

આંખલડી રાતી રે બહુ રે ઉજાગરા રે લોલ.

અમે ગયા ’તા ગોરી! માનેતીને મો’લ જો,

સોગટડે રમતાં વાણલાં વાઈ ગયાં રે લોલ.

મોરી સૈયર! દાતણ આલતાં જાવ જો,

અબોલા લીધા રે બાળાવેશમાં રે લોલ.

મોરી સૈયર! દાતણ આલતાં જાવ જો,

દાતણની મોશે રે મૂરખ બોલશે રે લોલ.

રે મૂરખડે હાથે દાતણ લીધાં જો....અબોલા.

મોરી સૈયર! ભોજન આલતાં જાવ જો,

ભોજનની મોશે રે મૂરખ બોલશે રે લોલ.

રે મૂરખડે હાથે ભોજન લીધાં જો....અબોલા.

મોરી સૈયર! ખરી બપોરે પાણી જજો જો,

દાઝણની મોશે રે મૂરખ બોલશે રે લોલ.

સૈયર મોરી ખરી બપોરે પાણી ચાલ્યાં જો,

મોરી ગોરી! મોજડી પે’રતાં જજો જો.

પગનાં તળવાં દાઝશે રે લોલ!