આજ ’લા કોનો વારો?
aaj ’la kono waro?
આજ ’લા કોનો વારો? એને વેઠે લગાડી દેંમ.
આજ ’લા મોહનનો વારો; એને વેઠે લગાડી દેંમ.
હાથમેં લાકડી ઝલાવું; એને ઢોરાં ચારવા મોકલું.
આજ ’લા કોનો વારો? એને વેઠે લગાડી દેંમ.
આજ ’લા છગનનો વારો; એને વેઠે લગાડી દેંમ.
હાથમેં દાતૈડું ઝલાવું; એને ઘાસ કાપવા મોકલું.
આજ ’લા કોનો વારો? એને.
આજ ’લા મોહનનો વારો. એને.
ટોપલીમેં દૈણુ; એને દળવા બેસાડી દેંમ.
aaj ’la kono waro? ene wethe lagaDi denm
aj ’la mohanno waro; ene wethe lagaDi denm
hathmen lakDi jhalawun; ene Dhoran charawa mokalun
aj ’la kono waro? ene wethe lagaDi denm
aj ’la chhaganno waro; ene wethe lagaDi denm
hathmen dataiDun jhalawun; ene ghas kapwa mokalun
aj ’la kono waro? ene
aj ’la mohanno waro ene
toplimen dainu; ene dalwa besaDi denm

પછી આગળ નામ મૂકીને ગવાય છે. ગાતી વખતે બે પક્ષ પડે છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 196)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957