mela re maragiye re - Lokgeeto | RekhtaGujarati

મેળા રે મારગિયે રે

mela re maragiye re

મેળા રે મારગિયે રે

મેળા રે મારગિયે રે, ડોલર હીંડો બંધ્યો રે;

—મારગ મેળા રો.

રૂપિયો દેઉ રોકડો, હીંડો માં બેહા રે,

—મારગ મેળા રો.

આવત જાવત માનવી, લેરકિયો નાકે રે;

—મારગ મેળા રો.

જોબન મેં ભરપુર છોરી, ગાયાં સારે મગરા મેં;

—મારગ મેળા રો.

ગાલ થારા ગડગડિયા ને આંગળિયાં થારી રાતી રે;

—મારગ મેળા રો.

સોળી કળીરો ઘાઘરો, મારી કડ્યાંમાં ની આવે રે;

—મારગ મેળા રો.

લાલ ગુલાબી સાડી રે, મારે માથે મેં ની ભાવે રે;

—મારગ મેળા રો.

સામા બૈઠા દેવર-જેઠ, મું ઘૂંઘટ કીંકર તાણું રે;

—મારગ મેળા રો.

મું તો મેળાવાળા ગેરમેં, થારી સંગમેં નાચું રે

—મારગ મેળા રો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 137)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966