મેં તો દાતણ ડો’ળીને
mein to datan Do’line
મેં તો દાતણ ડો’ળીને વડ રોપિયો,
વડ ફાલ્યો છે ગોળ-ગમીર;
લીલા હો ગિરધારી!
મારા ગામના કુંભારીને વીરો કરું,
મારો ગરબો ભલેરો ધડી આલ;
લીલા હો ગિરધારી! મેં તો.
મારા ગામના સુતારીને વીરો કરું,
મારો ગરબો ભલેરો કોરી આલ;
લીલા હો ગિરધારી! મેં તો.
મારા ગામના લવારીને વીરો કરું,
મારો ગરબો ભલેરો જડી આલ;
લીલા હો ગિરધારી! મેં તો.
મારા ગામના બજારીને વીરો કરું,
મારા ગરબે દીવેટો લાય;
લીલા હો ગિરધારી! મેં તો.
મારા ગામના ઘાંચીડાને વીરો કરું,
મારા ગરબે તેલડાં પૂર;
લીલા હો ગિરધારી! મેં તો.
મારા ગામના પટોલીને દાદો કરું,
મારા ગરબે ચોચીઓ મેલાય;
લીલા હો ગિરધારી! મેં તો.
મારા ગામના ઘૈડેરાંને દાદો કરું,
મારો ગરબો ભલેરો વખાણ;
લીલા હો ગિરધારી! મેં તો.
મારા ગામની દીચરીઓને બેની કરું,
મારો ગરબો ભલેરો ગવરાવ;
લીલા હો ગિરધારી! મેં તો.
મારા ગામની વહુવારુને ભાંજાઈ કરું,
મારો ગરબો ભલેરો રમાડ;
લીલા હો ગિરધારી! મેં તો.
mein to datan Do’line waD ropiyo,
waD phalyo chhe gol gamir;
lila ho girdhari!
mara gamna kumbharine wiro karun,
maro garbo bhalero dhaDi aal;
lila ho girdhari! mein to
mara gamna sutarine wiro karun,
maro garbo bhalero kori aal;
lila ho girdhari! mein to
mara gamna lawarine wiro karun,
maro garbo bhalero jaDi aal;
lila ho girdhari! mein to
mara gamna bajarine wiro karun,
mara garbe diweto lay;
lila ho girdhari! mein to
mara gamna ghanchiDane wiro karun,
mara garbe telDan poor;
lila ho girdhari! mein to
mara gamna patoline dado karun,
mara garbe chochio melay;
lila ho girdhari! mein to
mara gamna ghaiDeranne dado karun,
maro garbo bhalero wakhan;
lila ho girdhari! mein to
mara gamni dichrione beni karun,
maro garbo bhalero gawraw;
lila ho girdhari! mein to
mara gamni wahuwarune bhanjai karun,
maro garbo bhalero ramaD;
lila ho girdhari! mein to
mein to datan Do’line waD ropiyo,
waD phalyo chhe gol gamir;
lila ho girdhari!
mara gamna kumbharine wiro karun,
maro garbo bhalero dhaDi aal;
lila ho girdhari! mein to
mara gamna sutarine wiro karun,
maro garbo bhalero kori aal;
lila ho girdhari! mein to
mara gamna lawarine wiro karun,
maro garbo bhalero jaDi aal;
lila ho girdhari! mein to
mara gamna bajarine wiro karun,
mara garbe diweto lay;
lila ho girdhari! mein to
mara gamna ghanchiDane wiro karun,
mara garbe telDan poor;
lila ho girdhari! mein to
mara gamna patoline dado karun,
mara garbe chochio melay;
lila ho girdhari! mein to
mara gamna ghaiDeranne dado karun,
maro garbo bhalero wakhan;
lila ho girdhari! mein to
mara gamni dichrione beni karun,
maro garbo bhalero gawraw;
lila ho girdhari! mein to
mara gamni wahuwarune bhanjai karun,
maro garbo bhalero ramaD;
lila ho girdhari! mein to



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 265)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957