megho warashyo - Lokgeeto | RekhtaGujarati

મેઘો વરશ્યો

megho warashyo

મેઘો વરશ્યો

મેઘો વરશ્યો રે, કાળી કોટયૉનો મેઘ,

આજુનો ચડિયો રે, મેઘો ક્યોં વરશ્યો?

વરશ્યો વરશ્યો રે, મારા દાદાને દેશ,

પછી રે વરશ્યો ચારે દેશૉમૉ.

વૅ’લા આવો ને નોંની નણદીના વીર,

તમારે શાથીડે હળ જોડિયૉ.

ક્યમ કરી આવું રે મારી ઘૅલેરી નાર્ય!

વચમૉ આબુગડના ડુંગરા.

મોકલું મોકલું રે, મારા મૈયોરના ઓડ,

ડુંગરા કોરાઈ વૅ’લા આવજ્યો!

સ્રોત

  • પુસ્તક : ફૂલડોં વેંણી વેંણી થાળ ભર્યો (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : પ્રાગજીભાઈ ભામ્ભી
  • પ્રકાશક : અરવરવ પ્રકાશન
  • વર્ષ : 2003