masa masi - Lokgeeto | RekhtaGujarati

માસા-માસી

masa masi

માસા-માસી

પહેલો પક્ષ – માસી! માસી! મારા માસા આવ્યા?

બીજો પક્ષ – ના! ના!

પહેલો પક્ષ – મેડીએ દીવા તો બળે છે ને?

બીજો પક્ષ – આવ્યા હશે!

પહેલો પક્ષ – શું શું લાવ્યા?

બીજો પક્ષ – ડાબલા-ડૂબલી!

પહેલો પક્ષ – ડાબલામાં શું?

બીજો પક્ષ – તેલ.

પહેલો પક્ષ – તેલમાં શું?

બીજો પક્ષ – કાંસકો.

પહેલો પક્ષ – કાંસકીમાં શું?

બીજો પક્ષ – વાળ.

પહેલો પક્ષ – વાળમાં શું?

બીજો પક્ષ – જૂ.

પહેલો પક્ષ – જૂમાં શું?

બીજો પક્ષ – લીંખ!

બેઉ પક્ષ સાથે

અરસપરસ ઉભડક

કૂદતાં કૂદતાં બોલે

લીખ રે લીંખ! તારાં ઝટિયાં પીંખ,

લીંખ રે લીંખ! તારાં ઝટિયાં પીંખ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959