marun saw sonanun beDun re - Lokgeeto | RekhtaGujarati

મારું સાવ સોનાનું બેડું રે

marun saw sonanun beDun re

મારું સાવ સોનાનું બેડું રે

મારું સાવ સોનાનું બેડું રે, છેલ છબીલા છોગાળા;

મારી મોતીની ઉંઢાણી રે, છેલ છબીલા છોગાળા.

હું તો જમનાજી પાણી ગઈ’તી રે, છેલ છબીલા છોગાળા;

મને કાળે બળદે મારી રે, છેલ છબીલા છોગાળા.

મારા આછા સાળુ ફાટ્યા રે, છેલ છબીલા છોગાળા;

શોધું ગોકુળ ગામના દરજી રે, છેલ છબીલા છોગાળા.

ગોકુળ ગામના દરજી રે, છેલ છબીલા છોગાળા;

મારા આછા સાળુ શીવો રે, છેલ છબીલા છોગાળા.

મારી સાસુ જાણે શીવ્યા રે, છેલ છબીલા છોગાળા;

મારી નણંદી જાણે જાણે ઓટયા રે, છેલ છબીલા છોગાળા.

તારો સાંધ્યાનો સવૈયો રે, છેલ છબીલા છોગાળા;

તારો ઓટ્યાનો રૂપૈયો રે, છેલ છબીલા છોગાળા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 187)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966