maro to tewariyo soni - Lokgeeto | RekhtaGujarati

મારો તો તેવરિયો સોની

maro to tewariyo soni

મારો તો તેવરિયો સોની

મારો તો તેવરિયો સોની, જેડો તેડો ગડજે રે,

ભમરજીરી બેડી માથે મોર માંડે રો; વળતી આવું તો.

મારો તો વાડલિયો સોની, જેડો તેડો ગડજે રે,

ભમરજીકી મરકી માથે મોર માંડે રો; વળતી આવું તો.

મારી તો હોંહલી સોની, જેડી તેડી ગડજે રે,

ભમરજીકા તોડા માથે મોર માંડે રો, વળતી આવું તો.

મારો તો ભમરિયો સોની, જેડો તેડો ગડજે રે,

ભમરજીરા ઠૂમરા માથે મોર માંડેરો, વળતી આવું તો,

મારાં રે કડલિયાં સોની, જેડાં તેડાં ગડજે રે,

ભમરાજીકા ઝેલા માથે મોર માંડે રો, વળતી આવું તો.

રસપ્રદ તથ્યો

સૈજપુરમાં રહેતી લુહાર બહેનો પાસેથી સાંભળેલું આ ગીત નીચે મૂક્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966