mari sasu em kinchhi - Lokgeeto | RekhtaGujarati

મારી સાસુ એમ કીંછી

mari sasu em kinchhi

મારી સાસુ એમ કીંછી

મારી સાસુ એમ કીંછી કે સુલામાં દેવતા કરો લાલ.

મેંદી વેણવા જ્યાં તાં લાલ.

ઊંઝેલી તે સમકી લાલ, દેવતા કર્યા નેવાં હેઠ,

મેંદી વેણવા જ્યાં તાં લાલ.

મારી સાસુ એમ કીંછીં કે, ઘડો આંધણ મેલો લાલ.

મેંદી વેણવા જ્યાં તાં લાલ.

ઊંઝેલી તે સમકી લાલ, મેલ્યું આંધણ બેડું લાલ.

મેંદી વેણવા જ્યાં તાં લાલ.

મારી સાસુ એમ કીંછીંકે પાંછેર ચોખા ઓરો લાલ.

મેંદી વેણવા જ્યાં તાં લાલ.

ઊંઝેલી તે સમકી લાલ ચોખા ઓર્યાં અચ્છેર લાલ.

મેંદી વેણવા જ્યાં તાં લાલ.

મારી સાસુ એમ કીંછીં કે પાશેર મીઠું નાંખો લાલ.

મેંદી વેણવા જ્યાં તાં લાલ.

ઊંઝેલી તે સમકી લાલ મીઠું નાંખ્યું અચ્છેર લાલ.

મેંદી વેણવા જ્યાં તાં લાલ.

મારી સાસુ એમ કીંછી કે છોરાંને ખાવાનું આલો લાલ.

મેંદી વેણવા જ્યાં તાં લાલ.

ઊંઝેલી તે સમકી લાલ છોરાં દાટી ઘાલ્યાં લાલ.

મેંદી વેણવા જ્યાં તાં લાલ.

મારી સાસુ એમ કીંછી કે પરૂણા જમાડો લાલ.

મેંદી વેણવા જ્યાં તાં લાલ.

ઊંઝેલી તે સમકી લાલ કૂતરાં જમાડી મેલ્યાં લાલ.

મેંદી વેણવા જ્યાં તાં લાલ.

મારી સાસુ એમ કીંછી કે ડોહાને ખાવાનું આલો લાલ.

મેંદી વેણવા જ્યાં તાં લાલ.

ઊંઝેલી તે સમકી લાલ ડોહાની મૂછો બાળી લાલ.

મેંદી વેણવા જ્યાં તાં લાલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 173)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનસુખરામ ના. પાઠક
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959