મારી બલ્લા
mari balla
બાવાની બંગલીમાં કુવા બનાવ્યા, પાણી ભરવા જાય મારી બલ્લા!
સાંકડી શેરીમાં સસરાજી મળિયા, લાજ કાઢે છે મારી બલ્લા!
બાવાની બંગલીમાં કુવા બનાવ્યા.
સાંકડી શેરીમાં સાસુજી માળિયાં, પગે પડે છે મારી બલ્લા!
બાવાની બંગલીમાં કુવા બનાવ્યા.
સાંકડી શેરીમાં જેઠજી મળિયા, ઝીણાં બોલે છે મારી બલ્લા!
બાવાની બંગલીમાં કુવા બનાવ્યા.
bawani bangliman kuwa banawya, pani bharwa jay mari balla!
sankDi sheriman sasraji maliya, laj kaDhe chhe mari balla!
bawani bangliman kuwa banawya
sankDi sheriman sasuji maliyan, page paDe chhe mari balla!
bawani bangliman kuwa banawya
sankDi sheriman jethji maliya, jhinan bole chhe mari balla!

આ રીતે બધાં સગાનાં નામ મૂકીને ગીત ગવાય છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 102)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968