mare manDwe mogro chhayo - Lokgeeto | RekhtaGujarati

મારે માંડવે મોગરો છાયો.

mare manDwe mogro chhayo

મારે માંડવે મોગરો છાયો.

મારે માંડવે મોગરો છાયો ને નેત્ર ઓછાડીઓ રે!

મારે માંડવે કેળના સ્થંભ શો માંડવો રે!

મારે માંડવે કોણ કોણ આવ્યું રે, કોણ કોણ આવશે રે!

હું તો જાઉં ક્યા દેવની વાટ રે?

એમને આવ્યે રંગ રહેશે!

મારે માંડવે રામાભાઈ આવ્યા ને

સીતા દેવી આવશે રે!

હું તો જોઉં શાંતુ વહુની વાટ કે

એમને આવ્યે રંગ રહેશે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964