ramaras re pittal lota jale bharya - Lokgeeto | RekhtaGujarati

રામરસ રે પીત્તળ લોટા જળે ભર્યા

ramaras re pittal lota jale bharya

રામરસ રે પીત્તળ લોટા જળે ભર્યા

રામરસ રે પીત્તળ લોટા જળે ભર્યા,

હેતે હરિને સંભારતા જાવ રે!

રામરસ રે ઊતારા કરતેલા જાવ રે!

હેતે હરિને સંભારતા જાવ રે!

રામરસ રે ઉતારા હરિને દ્વાર,

હેતે હરિને સંભારતા જાવ રે!

રામરસ રે દાતણિયા હરિને દ્વાર,

હેતે હરિને સંભારતા જાવ રે!

રામરસ રે ભોજનિયાં કરતેલા જાવ રે!

હેતે હરિને સંભારતા જાવ રે!

રામરસ રે ભોજનિયાં હરિને દ્વાર,

હેતે હરિને સંભારતા જાવ રે!

રામરસ રે મુખવાસિયા કરતેલા જાવ રે!

હેતે હરિને સંભારતા જાવ રે!

રામરસ રે મુખવાસિયા હરિને દ્વાર!

હેતે હરિને સંભારતા જાવ રે!

રામરસ રે પોઢણિયા કરતેલા જાવ રે!

હેતે હરિને સંભારતા જાવ રે!

રામરસ રે પોઢણિયા હરિને દ્વાર!

હેતે હરિને સંભારતા જાવ રે!

રામરસ રે પીત્તળ લોટા જળે ભર્યા!

હેતે હરિને સંભારતા જાવ રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 131)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964