lili lili limbDini chhay - Lokgeeto | RekhtaGujarati

લીલી લીલી લીંબડીની છાય

lili lili limbDini chhay

લીલી લીલી લીંબડીની છાય

લીલી લીલી લીંબડીની છાય, મરઘલો બોલ્યો રે ક્રોધમાં

ઓય બાપજી હાય હાય રે!

મરઘલે એમના દીકરાને જગાડ્યા, ઓય બાપજી હાય હાય રે!

દીકરાનાં રામબાણ છૂટશે રે, ઊડતાં મરઘલાં તને મારશે રે!

ઓય બાપજી હાય હાય રે!

લીલી લીલી લીંબડીની છાય, મરઘલો બોલ્યો રે ક્રોધમાં

ઓય બાપજી હાય હાય રે!

મરઘલે એમની બહુયારુને જગાડી રે, ઓય બાપજી હાય હાય રે!

વહુયારુનાં રામબાણ છૂટશે રે, ઊડતાં મરઘલાં તને મારશે રે!

ઓય બાપજી હાય હાય રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 129)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964