hay re beni paDwe te gam - Lokgeeto | RekhtaGujarati

હાય રે બેની પડવે તે ગામ

hay re beni paDwe te gam

હાય રે બેની પડવે તે ગામ

હાય રે બેની પડવે તે ગામ જઈએ;

પડવે તો હોય બેસતું વર્ષ જો!

ઘડી રે રાખોને બેની પાલખી!

હાય રે બેની બીજે તે ગામ જઈએ;

બીજે તો હોય ભાઈબીજ જો!

ઘડી રે રાખોને બેની પાલખી!

હાય રે બેની ત્રીજે તે ગામ જઈએ;

ત્રીજે તો હોય અખાત્રીજ જો!

ઘડી રે રાખોને બેની પાલખી;

હાય રે બેની ચોથે તો ગામ જઈએ;

ચોથે તો હોય ગણેશ ચોથ જો!

ઘડી રે રાખોને બેની પાલખી!

હાય રે બેની પાંચમે ગામ જઈએ;

પાંચમે હોય નાગપાંચમ જો!

ઘડી રે રાખોને બેની પાલખી!

હાય રે બેની છઠ્ઠે તો ગામ જઈએ;

છઠ્ઠે તો હોય રાંધણછઠ જો!

ઘડી રે રાખોને બેની પાલખી!

હાય રે બેની સાતમે ગામ જઈએ;

સાતમે હોય શીતળા સાતમ જો!

ઘડી રે રાખોને બેની પાલખી!

હાય રે બેની આઠમે ગામ જઈએ;

આઠમે હોય ગોકુળ આઠમ જો!

ઘડી રે રાખોને બેની પાલખી!

હાય રે બેની નોમે ગામ જઈએ;

નોમે તો હોય રામનવમી જો!

ઘડી રે રાખોને બેની પાલખી!

હાય રે બેની દશમે ગામ જઈએ;

દશમે તો હોય વિજયાદશમી જો!

ઘડી રે રાખોને બેની પાલખી!

હાય રે બેની અગિયારશે ગામ જઈએ;

એકાદશીએ હોય નિર્જળા એકાદશી જો!

ઘડી રે રાખોને બેની પાલખી!

હાય રે બેની બારસે ગામ જઈએ;

બારસે હોય વાઘ બારસ જો!

ઘડી રે રાખોને બેની પાલખી!

હાય રે બેની તેરશે ગામ જઈએ;

તેરશે હોય ધનતેરશ જો!

ઘડી રે રાખોને બેની પાલખી!

હાય રે બેની ચૌદશે ગામ જઈએ;

ચૌદશે હોય કાળી ચૌદશ જો!

ઘડી રે રાખોને બેની પાલખી!

હાય રે બેની પૂનમે ગામ જઈએ;

પૂનમે હોય શરદ્ પૂર્ણિમા જો!

ઘડી રે રાખોને બેની પાલખી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964