dhool to thashe deh aapni - Lokgeeto | RekhtaGujarati

ધૂળ તો થશે દેહ આપણી

dhool to thashe deh aapni

ધૂળ તો થશે દેહ આપણી

ધૂળ તો થશે દેહ આપણી, ટકે કદી દેહ બાલ પ્રૌઢની;

ફૂલ તો ખરે સૂર્ય તાપથી, મનુષ્ય હાલ પાપ શાપથી.

ધૂળનાં બન્યાં ધૂળમાં જશે, દરિદ્ર કે ધનાળ ધૂળ સહુ થશે,

હંસ તો જશે દેહ છોડતાં, પડી રહે શરીર ધૂળ ઓઢતાં.

મોત પાસ છે, આવશે ખરે; કરો ઉપાય આજ ત્રાણ કો કરે;

ત્રાણ તો થશે ખ્રિસ્તને ભજો; ખરો થશે બચાવ ખ્રિસ્તને સજો.

બીક મોતની કોણને ઘણી? કરો વિચાર આજ જિંદગી ભણી,

ખ્રિસ્ત સાહ્ય છે, દાસ કહે, નથી જરાય બીક મોત ક્યાં રહે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964