abhimanyu chaDya ranyuddh - Lokgeeto | RekhtaGujarati

અભિમન્યુ ચડ્યા રણયુદ્ધ

abhimanyu chaDya ranyuddh

અભિમન્યુ ચડ્યા રણયુદ્ધ

અભિમન્યુ ચડ્યા રણયુદ્ધ, ઉત્તરા રાણીને તેડાં મોકલ્યાં!

ભાઈ માળીડા તું છે મારે વીર, ગજરા કાઢને મોંઘા મૂલનાં,

સારા કાઢે ને કરમાઈ જાય, ઉત્તરા કરમના એવા દોષ છે!

ભાઈ ડોસીડા તું છે મારો વીર, ચૂંદડી કાઢને મોંઘા મૂલની,

સારી કાઢી ને નુકસાની નીકળે, ઉત્તરા કરમના એવા દોષ છે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964