marachun lyo - Lokgeeto | RekhtaGujarati

મરચું લ્યો

marachun lyo

મરચું લ્યો

દીવડો મેલ્યો અડાણે, મરચું લ્યો રે લોલ

વેવાઈ, તારી છોડી ગઈ છે સોનીડાને હાટ;

ગઈ છે મોટા ઘરની લાજ, મરચું લ્યો રે લોલ!

વેવાણ, તારી લાડી ગઈ છે મણિયારાને હાટ;

ગઈ છે મોટા ઘરની લાજ, મરચું લ્યો રે લોલ!

વેવાણ, તારી છોડી ગઈ છે કાપડિયાને હાટ;

ગઈ છે મોટા ઘરની લાજ, મરચું લ્યો રે લોલ!

દીવડો મેલ્યો અડાણે, મરચું લ્યો રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 205)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968