mara wirno sapho chhe - Lokgeeto | RekhtaGujarati

મારા વીરનો સાફો છે

mara wirno sapho chhe

મારા વીરનો સાફો છે

મારા વીરનો સાફો છે સવા લાખનો,

પહેરજો પહેરજો વરઘોડાને ટાણે રે,

મોટાનાં કુંવર! તમારે જાવું છે કન્યા પરણવા.

મારા વીરની વીંટી છે સવા લાખની,

પહેરજો પહેરજો કંસારને ટાણે રે,

મોટાના કુંવર! તમારે જાવું છે કન્યા પરણવા.

મારા વીરનું ઘડિયાળ સવાલાખનું,

પહેરજો પહેરજો વરઘોડાને ટાણે રે,

મોટાના કુંવર! તમારે જાવું છે કન્યા પરણવા.

મારા વીરનું પીતામ્બર સવાલાખનું,

પહેરજો પહેરજો કંસારને ટાણે રે,

મોટાનાં કુંવર તમારે જાવું છે કન્યા પરણવા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 299)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, દા. ગો. બોરસે, સુમન મૂળશંકર મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957