mara waDaman wennno chhoD - Lokgeeto | RekhtaGujarati

મારા વાડામાં વેંણનો છોડ

mara waDaman wennno chhoD

મારા વાડામાં વેંણનો છોડ

મારા વાડામાં વેંણનો છોડ ભમ્મર જેંડવું પાંછેરનું રે.

થયું છે પણ વેંણસે કોણ ભમ્મર જેંડવું પાંછેરનું રે.

ફૂલ્યું છે પણ વેંણસે કોણ ભમ્મર જેંડવું પાંછેરનું રે.

વેંણીસું અમે બે બાંનો ભમ્મર જેંડવું પાંછેરનું રે.

વેંણસે ખરાં પણ ફોલસે કોણ ભમ્મર જેંડવું પાંછેરનું રે.

ફોલીસું અમે બે બાંનો ભમ્મર જેંડવું પાંછેરનું રે.

ફોલસે ખરાં પણ પીલસે કોણ ભમ્મર જેંડવું પાંછેરનું રે.

પીલસે હોરાની નાત ભમ્મર જેંડવું પાંછેરનું રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 211)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957