mara waDaman jhinjhwo re - Lokgeeto | RekhtaGujarati

મારા વાડામાં ઝીંઝવો રે

mara waDaman jhinjhwo re

મારા વાડામાં ઝીંઝવો રે

કોઈ પણ ત્રણ તાળીનું ગીત ગરબે ચગે, ને ફરનારાંની ગતિ વધે ત્યારે મૂળ ગીત પડતું મુકાઈ નીચેની પંક્તિઓ ગવાય છે, અને અરસપરસ જાણે સ્પર્ધા મંડાય છે :–

મારા વાડામાં ઝીંઝવો રે, ઝીંઝવે કાળો નાગ,

ફેણ માંડીને ફૂંક્યો રે, ભાભી! તારો બાપ!

* * *

મરચું બેઠું રે ઓલી આંબલિયાની ડાળ,

હાર્યો હાર્યો રે ઓલી વહુવારુનો સાથ,

જીત્યો જીત્યો રે ઓલી દીકરીઓનો સાથ,

હારે હારે એનો બાપ ગધેડાં ચારે!

હારે હારે એનો બાપ ગધેડાં ચારે!

રસપ્રદ તથ્યો

કોઈ પણ ત્રણ તાળીનું ગીત ગરબે ચગે, ને ફરનારાંની ગતિ વધે ત્યારે મૂળ ગીત પડતું મુકાઈ નીચેની પંક્તિઓ ગવાય છે, અને અરસપરસ જાણે સ્પર્ધા મંડાય છે :–

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959