mara nana jhawerbhai - Lokgeeto | RekhtaGujarati

મારા નાના ઝવેરભાઈ

mara nana jhawerbhai

મારા નાના ઝવેરભાઈ

મારા નાના ઝવેરભાઈ ઘોડે ચડ્યા.

એમના મામા સંગાથે ઘોડે ચડ્યા.

એમના મામાના હાથનો અજરેલો ગજરેલો,

સોનાનો, તાંબાનો પિત્તળ લોટો જળેભર્યો.

મારા નાના ઝવેરભાઈ ઘોડે ચડ્યા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963