mara magna khetarman - Lokgeeto | RekhtaGujarati

મારા મગના ખેતરમાં

mara magna khetarman

મારા મગના ખેતરમાં

મારા મગના ખેતરમાં હોલડો બોઈલો,

કેશરીઆ, હોલડો ઉડાડ, હોલડો મેં જોયો.

તારે પગેની ગુગરી છે નાનકલી,

કેશરીઆ, ફરથી ગડાવ, હોલડો મેં જોયો.

તારા હાથેની પોંચી નાનકલી,

કેશરીઆ, ફરીથી ગડાવ, હોલડો મેં જોયો.

મારા મગના ખેતરમાં હોલડો બોઈલો,

કેશરીઆ, હોલડો ઉડાડ, હોલડો મેં જોયો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 213)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966