mara khetarman bhag - Lokgeeto | RekhtaGujarati

મારા ખેતરમાં ભાગ

mara khetarman bhag

મારા ખેતરમાં ભાગ

આજ ખેતર ખેડાવશું, ને મારી કણબણ લાવશે ભાત.

ખેતર ખેડીને વે’લેરો વરજે, હું નહિ લાવું ભાત;

ઘરના કણબી, મારો નથી ખેતરમાં ભાગ.

આજ બાજરો વાવશું, ને મારી કણબણ લાવશે ભાત.

બાજરો વાવીને વે’લેરો વરજે, હું નહિ લાવું ભાત;

ઘરના કણબી, મારો નથી ખેતરમાં ભાગ.

આજ બાજરો નેંદશું ને મારી કણબણ લાવશે ભાત.

બાજરો નેંદીને વે’લોરે વરજે, હું નહિ લાવું ભાત;

ઘરના કણબી, મારો નથી ખેતરમાં ભાગ.

આજ બાજરો વાઢશું, ને મારી કણબણ લાવશે ભાત.

બાજરો વાઢીને વે’લેરો વરજે, હું નહિ લાવું ભાત;

ઘરના કણબી, મારો નથી ખેતરમાં ભાગ.

આજ બાજરો મસળશું, ને મારી કણબણ લાવશે ભાત.

બાજરો મસળીને વે’લેરો વરજે, હું નહિ લાવું ભાત;

ઘરના કણબી, મારો નથી ખેતરમાં ભાગ.

આજ બાજરો વેચશું, ને મારી કણબણ લાવશે ભાત.

મૂડો વેચીને ચૂડો ઘડાવજે, ધમકે લાવીશ ભાત;

ઘરના કણબી, મારો છે ખેતરમાં ભાગ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968