manji te raine kewun bole - Lokgeeto | RekhtaGujarati

મનજી તે રઈને કેવું બોલે

manji te raine kewun bole

મનજી તે રઈને કેવું બોલે

મનજી તે રઈને કેવું બોલે મનજીભાઈ વળે

વળી હાંબળો મારી વાતેં મનજીભાઈ વળે

પડજ્યો ઢંડુ કાળે મનજીભાઈ વળે

સાનો કે સપનો પડ્યો મનજીભાઈ વળે

બારાપાડા ખેડાપુ મનજીભાઈ વળે

રહીનારે કેવુ બોલે મનજીભાઈ વળે

મગરે સારો ખૂટ્યો મનજીભાઈ વળે

ધોળી કે મરવા લાગી મનજીભાઈ વળે

નદીએ નીરાં હટ્યાં મનજીભાઈ વળે

કોઠે તો ધાંનાં ખૂટ્યાં મનજીભાઈ વળે

ખાંણે તો કોદરા ખૂટ્યા મનજીભાઈ વળે

સોરાં તો મરવે લાગ્યાં મનજીભાઈ વળે

રાંડી ને ઝૂરવે લાગી મનજીભાઈ વળે

જમે ર, અહવા લાગી મનજીભાઈ વળે

રઈનાતે કેવું બોલ મનજીભાઈ વળે

જંગી ઢોલ દેવડાવો મનજીભાઈ વળે

માંદેળાં ઘુમાવો મનજીભાઈ વળે

કામઠડી હાનારો મનજીભાઈ વળે

બંદૂકો હાનારો મનજીભાઈ વળે

તરવારો હાનારો મનજીભાઈ વળે

ઢાલડીઓ હાનારો મનજીભાઈ વળે

કટારીઓ હાનારો મનજીભાઈ વળે

તો વહેલો આવે મનજીભાઈ વળે

દારૂડા મંગાવો મનજીભાઈ વળે

અફેંણ મંગોવો મનજીભાઈ વળે

બાકળા ઓરાવો મનજીભાઈ વળે

કોસંબા વરતાવો મનજીભાઈ વળે

બાકેળા અલાડો મનજીભાઈ વળે

ઘેડીઆનો ઘુંસા થયા મનજીભાઈ વળે

મોટીઆડ હાચા થયા મનજીભાઈ વળે

ધાડું તો નીહર્યું મનજીભાઈ વળે

વાગડમાં ઉતેર્યાં મનજીભાઈ વળે

વાગડ લુટી ખાધી મનજીભાઈ વળે

લુટી રે કરીને મનજીભાઈ વળે

પાસા ફરી ગયા મનજીભાઈ વળે

રસપ્રદ તથ્યો

વાગડનાં ગામ લૂંટ્યાં તે વિષે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 163)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959