maniti shokya - Lokgeeto | RekhtaGujarati

માનીતી શોક્ય

maniti shokya

માનીતી શોક્ય

મા! મારી શોક તો માંદી પડી,

શું ઓસડ કરું માનીતી શોકને!

દીકરી! આકડા-ધતૂરાનું મૂળ,

ઘસીને પાજો માનીતી શોકને!

મા! મારી શોક તો મરી જઈ,

કેમ કરી રડું માનીતી શોકને!

દીકરી! લીલી ચૂંદડી ઓઢજો,

ઓઢીને રડજો માનીતી શોકને!

મા! મારી શોકને કૂટવા જવું,

કેમ કરી કૂટું માનીતી શોકને!

દીકરી! લીલી ‘સાઠી’નું કાપડ,

પે’રીને કૂટજો માનીતી શોકને!

મા! મારી શોકને વળાવવા જવું,

કેમ કરી જવું માનીતી શોકને!

દીકરી! ચૂલે ખીચડી મેલજો,

ખાઈને જજો માનીતી શોકને!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 159)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957