manDwe re hirna dor - Lokgeeto | RekhtaGujarati

માંડવે રે હીરના દોર.

manDwe re hirna dor

માંડવે રે હીરના દોર.

મારે માંડવે રે હીરના દોર ચીરના દોર

ઘૂઘરિયાળા ગોદડા...

મારે માંડવે રે અમરસંગ ચોર (2)

ગોદડા ચોરી ગયા...

મારા ધનુબા રે ઊંધું લઈ બુંધું લઈ ફરી વળ્યા,

મારી નહી મારી સકર્ણી નાર!

ચારીશ રે તારા બાપના ઢોર!

હવે નહીં ચોરું ગોદડાં...

ઉડાડીશ રે લીલી વાડીના મોર!

હવે નહીં ચોરું ગોદડાં...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964