manDwe mithi nagarwelya - Lokgeeto | RekhtaGujarati

માંડવે મીઠી નાગરવેલ્ય.

manDwe mithi nagarwelya

માંડવે મીઠી નાગરવેલ્ય.

ઊંચો ઊંચો દાદાજીનો માંડવો રે!

તેથી ઊંચેરા પરહર બે ચાર

દાદાજીનો માંડવો રે.

માંડવે લીલી દાંડી ને રાતી થાંભલી,

માંડવે થઈ છે મીઠી નાગરવેલ્ય,

દાદાજીનો માંડવો.

માંડવે બેસે રાજા ને બેસે રાજિયા,

માંડવે બેસે જાદવ બે ચાર,

દાદાજીનો માંડવો.

નીચો નીચો વેવાયોનો માંડવો રે,

તેથી નીચેરા પરહર બે ચાર,

વેવાયોનો માંડવો રે.

માંડવે સૂકી દાંડી ને થોરની થાંભલી રે,

માંડવે થઈ છે કડવી કુકડવેલ્ય,

વેવાયોનો માંડવો.

માંડવે બેસે ગોલા ને બેસે ચામઠા રે,

માંડવે બેસે બચુભાઈ કજાત કે,

વેવયોનો માંડવો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964