માંડવ રઢિયાળો.....
manDaw raDhiyalo
મારો માંડવ રઢિયાળો લીલી પાંદડીએ શણગારો.
લીલી પીળી માંડવડાની છાંય માણારાજ.
વીરના કાકા જોઈએ તો કનુભાઈને તેડાવો માણારાજ.
લાડે કોડે ભત્રિજા પરણાવો માણારાજ.
મારા માંડવ રઢિયાળો લીલી પાંદડીએ શણગારો.
વીરના મામા જોઈએ તો રાયસંગભાઈને તેડાવો.
લાડે કોડે ભત્રિજા પરણાવો માણારાજ.
વીરના વીરા જોઇએ તો અજિતભાઈને તેડાવો.
લાડે કોડે બંધવ પરણાવો માણારાજ.
વીરના બે’ની જોઈએ તો ધનુબાને તોડાવો.
લાડે કોડે વીરને પરણાવો માણારાજ.
મારો માંડવ રઢિયાળો લીલી પાંદડીએ શણગારો માણારાજ.
maro manDaw raDhiyalo lili pandDiye shangaro
lili pili manDawDani chhanya manaraj
wirana kaka joie to kanubhaine teDawo manaraj
laDe koDe bhatrija parnawo manaraj
mara manDaw raDhiyalo lili pandDiye shangaro
wirana mama joie to raysangbhaine teDawo
laDe koDe bhatrija parnawo manaraj
wirana wira joie to ajitbhaine teDawo
laDe koDe bandhaw parnawo manaraj
wirana be’ni joie to dhanubane toDawo
laDe koDe wirne parnawo manaraj
maro manDaw raDhiyalo lili pandDiye shangaro manaraj
maro manDaw raDhiyalo lili pandDiye shangaro
lili pili manDawDani chhanya manaraj
wirana kaka joie to kanubhaine teDawo manaraj
laDe koDe bhatrija parnawo manaraj
mara manDaw raDhiyalo lili pandDiye shangaro
wirana mama joie to raysangbhaine teDawo
laDe koDe bhatrija parnawo manaraj
wirana wira joie to ajitbhaine teDawo
laDe koDe bandhaw parnawo manaraj
wirana be’ni joie to dhanubane toDawo
laDe koDe wirne parnawo manaraj
maro manDaw raDhiyalo lili pandDiye shangaro manaraj



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 5)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964