nanawti sajan bethu manDwe - Lokgeeto | RekhtaGujarati

નાણાવટી સાજન બેઠુ માંડવે.

nanawti sajan bethu manDwe

નાણાવટી સાજન બેઠુ માંડવે.

નાણાવટી રે સાજન બેઠું માંડવે!

લેખાવટી રે સાજન બેઠું માંડવે!

જેવી ભરી સભાના રાજા

એવા બળવંતભાઈના દાદા!

નાણાવટી રે સાજન બેઠું માંડવે.

જેવા હાર માયલા હીરા

એવા બળવંતભાઈના વીરા‘!

નાણાવટી રે સાજન બેઠું માંડવે.

જેવા અટલસના તાકા

એવા બળવંતભાઈના કાક!

નાણાવટી રે સાજન બેઠું માંડવે.

જેવી ફૂલડીઆની વેણી

એવા બળવંતભાઈનાં બે’ની!

નાણાવટી રે સાજન બેઠું માંડવે.

જેવા ચૈત્ર વૈશાખના આંબા

એવા બળવંતભાઈના મામા!

નાણાવટી રે સાજન બેઠું માંડવે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964