manDwo nakhyo malapto - Lokgeeto | RekhtaGujarati

માંડવો નાખ્યો મલપતો

manDwo nakhyo malapto

માંડવો નાખ્યો મલપતો

માંડવો નાખ્યો મલપતો, સોની ઘડે સોના ઘાટ;

મારે જાદવરાયના બેસણા રુક્ષ્મણી ઢોળે વાય,

સોની ઘડ્ય રે કરશનજીના મોળિયા, ઘડ્ય રે નવલખ હાર.

ક્યા દેવ ઘોડે, ક્યા દેવ હાથીએ, શત્રુઘ્ન તેજીના અસ્વાર,

રામ ઘોડે લક્ષ્મણ હાથીએ, શત્રુઘ્ન તેજીના અસ્વાર,

માંડવો નાખ્યો મલપતો ત્યાં સમરો ઢળાવો રે.

ક્યા વહુ ઓરડે ક્યા વહુ ઓંશરિયે, ક્યા વહુ માંડવે મ્હાલે રે,

શાંતુ વહુ ઓરડે, હેમલત્તા વહુ ઓંશરિયે સજન વહુ માંડવ મ્હાલે રે.

માંડવો નાખ્યો મલપતો.....

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964