manDwe mathurino welo - Lokgeeto | RekhtaGujarati

માંડવે મથુરીનો વેલો.

manDwe mathurino welo

માંડવે મથુરીનો વેલો.

માંડવે મથુરીનો વેલો મારા વેવાયો રે!

માવસંગ છે એમની બૈયરના ચેલા વેવાયો રે!

બૈયરે લૂગડાં ધોવા મેલ્યા મારા વેવાયો રે!

સાડલો ધોયો, કાપડું ધોયું ને ઘાઘારો ધોતા આવડે નહીં!

રોતો કકળતો એની બૈયર પાસે આવ્યો!

છાનો રે છોકરડા તને કોણે રોવડાવ્યો રે!

જાદવોના નાને મોટે ઢાબડ ભૂબડ ઢીખ્યો રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964