manDaw rang bharyo - Lokgeeto | RekhtaGujarati

માંડવ રંગ ભર્યો.

manDaw rang bharyo

માંડવ રંગ ભર્યો.

મારો માંડવ ફાલ્યો ફૂલ્યો રંગભર્યો

મોટામોટા ગજુભાઈના બાપુ વદનસિંહભાઈ

મારે માંડવ પધારજો.

તમે આવ્યે માંડવનો રંગ રહેશે.

નહીંતર જાશે માંડવડાની લાજ,

વદનસિંહભાઈ માંડવે પધારજો.

ગજુભાઈના કાકા અચળસિંહભાઈ

મારે માંડવ પધારજો.

તમે આવ્યે માંડવડાનો રંગ રહેશે!

નહીંતર જાશે માંડવડાની લાજ.

મારો માંડવ ફાલ્યો ફૂલ્યો રંગભર્યો

ગજુભાઈના મામા ભિખુસિંહ ભાઈ

મારે માંડવ પધારજો.

તમે આવ્યે માંડવડાનો રંગ રહેશે!

નહીંતર જાશે માંડવડાની લાજ

મારો માંડવ ફાલ્યો ફૂલ્યો રંગભર્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964